સુરત પાલિકા પણ હવે કેન્દ્ર સરકારના પગલે, ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (14:58 IST)
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજુ કરતાં પહેલાં હલવા સેરેમની કરવામાં આવે છે તેવી જ રીતે આજે કાલે સુરત મહાનગરપાલિકા પહેલી વાર બજેટ પહેલા હલવા સેરેમની કરવા જઈ રહી છે. સામાન્ય સભા ખંડ બહાર સવારે 9-30 વાગ્યે મેયર-પદાધિકારીઓ કમિશનર હાજરીમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ હલવા સેરેમનીમાં પાલિકાનો વિરોધ પક્ષ અને મ્યુનિ. કમિશનર સૂચક ગેરહાજરી પાલિકા ગેમ્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સુરત પાલિકાની સામાન્ય સભામાં બજેટ રજુ થાય તે પહેલાં કોઈ ખાસ કાર્યક્રમ રાખવામાં આવતો નથી અને સીધી સામાન્ય સભા શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે પહેલી વાર કેન્દ્ર સરકારના બજેટની જેમ જ સુરત પાલિકા દ્વારા હલવા સેરેમની માટે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ 301 કરોડનો વેરો સુરતની પ્રજા પર ઝીંક્યા બાદ કરવામાં આવેલી આ હલવા સેરેમની સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનવા સાથે લોકો પણ સોશિયલ મિડિયામાં હલવા સેરેમની પર કટાક્ષ કરી રહ્યાં છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ખટરાગ ઊભો થયો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એવી પણ વાતો સામે આવે છે કે મેયરને કમિશનર જરા પણ ગાંઠતા નથી. મેયર દ્વારા કરવામાં આવેલાં સૂચનોને પણ કમિશનર દ્વારા ગણકારવામાં આવતાં નથી. આજે સામાન્ય સભા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ મ્યુનિસિપલ કમિશનર અને વિરોધપક્ષના નેતા તથા કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા. હલવા સેરેમનીમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી સ્પષ્ટ કરી રહી છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર