પતંજલિનો Kimbho App, લોંચ નહી થાય... આ કારણે લાગી રોક

ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:40 IST)
વ્હાટ્સએપને ટક્કર આપવા માટે લોંચ થનારા પતંજલિના કિમ્ભો એપ હવે લોંચ નહી થાય. કંપની વ્હાટ્સએપને ટક્કર આપવા માટે મેડ ઈન ઈંડિયા ચેટ અપ લૉંચ કરવાની યોજના બનાવી રહી હતી. આ સંબંધમાં કંપનીએ એપ લૉંચ પણ કર્ય ઓ હતો. પણ આ એપને પ્લે સ્ટોર પરથી હટાવી લેવામાં આવી હતી. સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ્સએ આ એપને સિક્યોરિટી ડિઝાસ્ટર બતાવ્યુ હતુ. 
 
કિમ્ભો એપને 30 મે ના રોજ લોંચ કરવામાં આવ્યુ હતુ. પણ 24 કલાકની અંદર જ તેને પ્લે સ્ટોર પરથી હટાવી લેવામાં આવ્યુ. આ સંબંધમાં કંપનીએ પ્રવક્તાને કહ્યુ હતુ કે કિમ્ભો એપની વધુ ડિમાંડને કારણે સર્વર બંધ પડી ગયુ. જો કે કંપની ટૂંક સમયમાં જ આ એપની બધી કમીઓ દૂર કરી તેને ફરીથી લોંચ કરવનઈ વાત કરી હતી. 
 
કંપની આ એપને બીજી વાર ઓગસ્ટમાં લોંચ કરવનઈ વાત કરી હતી. પણ એપની રિલૉંચિંગ પર ફરી એ જ સાસ્યા થઈ અને કંપનીએ એપને પાછુ પ્લે સ્ટોર્સમાંથી હટાવી લીધુ. પછી કિમ્ભો એપની હેડ ડેવલોપર અદિતિ કમલે પતંજલિમાંથી રાજીનામુ આપી દીધુ. જ્યારબાદ કંપનીએ એપને 2018 માં જ કમલ વગર જ લોંચ કરવાની વાત કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર