હવે બેફિક્ર થઈને કરી શકો છો ડ્રાઈવિંગ.. આ મોબાઈલ એપ્સ આપશે આપમેળે જ જવાબ..

શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (14:39 IST)
અનેકવાર ડ્રાઈવિંગ દરમિયાન મેસેજીસનો જવાબ આપવો ભારે પડી શકે છે. સરકારના આંકડા મુજબ વર્ષ 2016માં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી 4,976 એક્સીડેંટ્સ થયા. દુર્ઘટનામાં 2138 લોકોનો જીવ ગયો કે ઘાયલ થયા. એવામાં ડ્રાઈવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો દુર્ઘટનામાં નવીનતમ આપવા જેવુ છે.   પણ ઓટો રિપ્લાય એપ્સ દ્વારા તમને ડ્રાઈવિંગ દરમિયાન જવાબ આપવાની જરૂર નથી પણ આ કામ એપ્સ ખુદ કરી લેશે. જાણો આ એપ્સ વિશે.. 
 
Android Auto
 
આ એપને ગૂગલે ડેવલોપ કર્યો છે. જેમા ખાસ કરીને ઓટો-રેસ્પોંડ ફીચર નાખવામાં આવ્યુ છે. જેથી તમે બેફિકર થઈને ડ્રાઈવિંગ કરી શકો. તમને બસ એપ ના સેટિંગ ઓપ્શનમાં જઈને ઓટો-રિપ્લાયમાં તમારો મેસેજ લખવાનો છે.  જેવો જ કોઈ મેસેજ આવશે તમને ફક્ત રિપ્લાય પર ટૈપ કરવાનુ રહેશે.  આ એપ બધા નવા એંડ્રોયડ સ્માર્ટફોન પર કામ કરે છે.  આ એપ ફેસબુક મેસેંજર, હૈગઆઉટ્સ અને વ્હાટ્સએપ પર સારુ કામ કરે છે. 
 
IFTTT
 
આનુ પુરૂ નામ છે ઈફ ધિસ દેન ડૈટ. એપના સેટિંગ ઓપ્શનમાં જઈને એંડ્રોયડ એસએમએસ પર ટૈપ કરવાનુ છે. ત્યારબાદ પિક એની ન્યૂ એસએમએસ રિસિવ્ડ પછી એંડ્રોયડ એસએમએસ અને સૈડ એન એસએમએસને સિલેક્ટ કરવાનુ છે. ત્યારબાદ તમારો એસએમએસ ટાઈપ કરવાનો છે. જેવો કોઈ એસએમએસ આવશે આ એપ રિપ્લાય કરી દેશે. 
 
Auto Reply Text Message
 
એંડ્રોયડ યૂઝર્સ માટે આ બેસ્ટ એપ છે. આ એપ દ્વારા તમે ડ્રાઈવિંગ દરમિયાન કૉલ્સ કે એસએમએસને ઓટો-રિપ્લાય કરી શકો છો. તેમા તમને તમારી કૉન્ટેક્ટ્સ લિસ્ટ બનાવવાની છે. જેવો કોઈ મેસેજ આવશે તમને ફક્ત રિપ્લાય બટન પર ટૈપ કરવાનુ છે.  તેના પેડ વર્જનમાં ટેક્સ્ટ ટૂ સ્પીચનુ પણ વિકલ્પ છે. સાથે જ મિસ્ડ કૉલ્સ કે ઈનકમિંગ એસએમએસને વીડિયો કે વૉયસ મેસેજ દ્વારા પણ ઓટો રિપ્લાય કરી શકાય છે. 
 
Auto SMS Lite
 
તમારા એંડ્રોયડ ફોનમાં તમે આ એપને પણ ઈંસ્ટોલ કરી શકો છો. આ એપ દ્વારા ઈનકમિંગ એસએમએસ અને મિસ્ડ કૉલ પર ઓટો-રિપ્લાય કરી શકો છો. જ્યારે તમે ડ્રાઈવિંગ કરી રહ્યા હોય તો ફક્ત તમારે ડ્રાઈવિંગ મોડ ઓન કરવાનુ છે. સેટિંગ્સમાં જઈને તમારો મેસેજ ટાઈપ કરવાનો છે.  તમે ચાહો તો તમારી લોકેશનનું ઓપ્શન પણ ઓન કરી શકો છો.  રિપ્લાય મેસેજમાં લોકેશનની માહિતી પણ શેયર થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર