અમૃતપાલ સિંહની જરનૈલસિંહ ભિંડરાંવાલેના ગામમાંથી કેવી રીતે ધરપકડ કરવામાં આવી?

રવિવાર, 23 એપ્રિલ 2023 (10:18 IST)
અમૃતપાલ સિંહની જરનૈલસિંહ ભિંડરાંવાલેના ગામમાંથી કેવી રીતે ધરપકડ કરવામાં આવી?
 
ગત 18 માર્ચથી ફરાર 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે પંજાબ પોલીસ તેમને સ્પેશ્યિલ પ્લેનથી આસામના ડિબ્રુગઢ લઈ જઈ રહી છે.
 
પંજાબ પોલીસે ટ્વીટ કરીને કહ્યું, "અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરવામાં આવી છે."
 
બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિન પ્રમાણે અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. જરનૈલસિંહ ભિંડરાંવાલે પણ આ જ ગામના રહેવાસી હતા અને આ જ ગામમાં તેમને (અમૃતપાલ) 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
 
રવિંદર જણાવે છે કે ધરપકડ પહેલાં અમૃતપાલ સિંહે ગુરુદ્વારાના ગ્રંથી પાસેથી પાંચ કકાર લઈને પહેર્યા અને લોકોને સંબોધિત કર્યા.
 
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યો છે.
 
સંબોધન બાદ પંજાબ પોલીસે ગુરુદ્વારા બહારથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી હતી. ગત 18 માર્ચથી ફરાર 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે પંજાબ પોલીસ તેમને સ્પેશ્યિલ પ્લેનથી આસામના ડિબ્રુગઢ લઈ જઈ રહી છે.
 
બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિન પ્રમાણે અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. જરનૈલસિંહ ભિંડરાંવાલે પણ આ જ ગામના રહેવાસી હતા અને આ જ ગામમાં તેમને (અમૃતપાલ) 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
 
રવિંદર જણાવે છે કે ધરપકડ પહેલાં અમૃતપાલ સિંહે ગુરુદ્વારાના ગ્રંથી પાસેથી પાંચ કકાર લઈને પહેર્યા અને લોકોને સંબોધિત કર્યા.
 
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યો છે.
 
સંબોધન બાદ પંજાબ પોલીસે ગુરુદ્વારા બહારથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી હતી.
 
પંજાબ પોલીસે પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ ધરપકડની જાણકારી આપી છે. આ ટ્વીટ અનુસાર, અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરવામાં આવી છે.
 
પોલીસે લોકોને શાંતિ અને સદભાવ જાળવી રાખવા અપીલ કરી છે.
 
પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ 18 માર્ચે કાર્યવાહી શરૂ કરી હતી. તે દિવસથી તેઓ ફરાર હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર