અમૃતપાલનો ઓડિયો-વીડિયો સામે આવ્યો
ફરાર થઈ જતા અમૃતપાલના બે વીડિયો અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. 30 માર્ચે સામે આવેલા તેના બે વીડિયોમાંથી એકમાં અમૃતપાલે ભારપૂર્વક કહ્યું હતું કે તે કોઈ ફરાર નથી અને ટૂંક સમયમાં જ દેખાશે. ખાલિસ્તાન સમર્થક ઉપદેશકે દાવો કર્યો હતો કે તે એવા લોકો નથી જે દેશ છોડીને ભાગી જાય. એવી અફવા હતી કે અમૃતપાલ બૈસાખીના દિવસે ભટિંડાના તલવંડી સાબોમાં તખ્ત દમદમા સાહિબ ખાતે આત્મસમર્પણ કરી શકે છે, પરંતુ એવું બન્યું નહીં. અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે.