તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહની બે કાર અને બંદૂકધારીઓ જપ્ત કરવામાં આવ્યા છે. અમે એ પણ શોધ કરી રહ્યા છે કે તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા હથિયાર ગેરકાયદે છે કે કેમ. તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે.”
પંજાબ પોલીસે તેમના ટ્વિટર હૅન્ડલ પર માહિતી આપી છે કે, “વારિસ પંજાબ દે સામે કાર્યવાહીમાં અત્યારસુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ ફરાર છે, પોલીસ ટીમ તેમને શોધી રહી છે. આઠ રાઇફલ, એક રિવૉલ્વર સહિત નવ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”