અદાણી-હિંડનબર્ગ કેસ પર ગૃહમંત્રીએ કહ્યું- 'કોઈએ ભૂલ કરી હોય તો તેને છોડવામાં ન આવે'

શનિવાર, 18 માર્ચ 2023 (18:13 IST)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે અદાણી-હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવાની વિપક્ષની માંગ પર પોતાનું મૌન તોડ્યું હતું. એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ સમિતિની રચના કરી છે.

 
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગે લગાવ્યો હતો ગડબડીનો આરોપ 
 
યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ સામે છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરની કિંમતમાં હેરાફેરી સહિતના અનેક આક્ષેપો કર્યા પછી અદાણી જૂથના શેરમાં ઘટાડો થયો હતો, જોકે જૂથે તેના વિરુદ્ધના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આ મામલે અદાણી ગ્રુપે કહ્યું છે કે તે તમામ કાયદા અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરે છે.

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારને આ વિવાદ પર કોઈ ભ્રમ નથી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવી છે. હવે લોકોએ ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે, જો કોઈની પાસે આ મામલા સાથે જોડાયેલ પુરાવા છે, તો તેને સુપ્રીમ કોર્ટની કમિટિ પાસે રજૂ કરવા જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર