એ મિત્રના કહેવા પર તેમણે જે પ્રથમ ઈયરિંગ્સ ડિઝાઈન કરી હતી તેમા જડેલા હીરાની શોધમાં તેઓ અનેક શહેરોમાં ભટક્યા અને તેમની આ શોધ મોસ્કોમાં પુર્ણ થઈ. એ ડાયમંડને જોઈને તેમના મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયા. બસ અહીથી જ તેમના ડિઝાઈનર બનવાની સ્ટોરી શરૂ થઈ. આજે તેઓ એકમાત્ર ભારતીય જ્વેલરી બ્રાંડના માલિક છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચિત છે.
અમેરિકાના જાણીતા વાર્ટન સ્કુલનો અભ્યાસ વચ્ચે છોડનારા નીરવ મોદીના નામથી તેમની જ્વેલરી બ્રાંડ એટલી ફેમસ છે કે તેમના દમ પર તેઓ ફોર્બ્સની ભારતીય ધનકુબેરોની 2017ની યાદીમાં 84મું સ્થાન ધરાવે છે. તેમની મિલકત 1.73 અરબ ડોલર એટલેકે લગભગ 110 અરબ રૂપિયા છે અને તેમની કંપનીનુ રાજસ્વ 2.3 અરબ ડોલર એટલે કે લગભગ 149 અરબ રૂપિયા છે.