જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ વર્ષ 2017માં નોંધેલી ફરિયાદોમાં 2016 કરતા વધુ ફરિયાદો નોંધી છે કે જેમાં સાસરીયાઓ દ્વારા દહેજ તથા ત્રાસ માટે ન્યાય માંગવામાં આવ્યો હોય. જયારે સારી બાબત એ ગણી શકાય કે સ્ત્રીઓ સામેના અન્ય ગુનાઓમાં 9.8 ટકાનો ઘટાડો આ સમયગાળામાં નોંધાયો છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટ પ્રમાણે સ્ત્રીઓ સામેના અત્યાચારના ગુનાઓમાં વર્ષ 2016માં દેશના 29 રાજયોમાંથી ગુજરાત 16માં ક્રમે રહ્યું હતું. સીઆઈડીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આઈપીસીની કલમ 498એ હેઠળ બે દહેજના કેસ સહિત કુલ 86 કેસો 2016માં નોંધાયા હતા.