દસ્તાવેજોનુ માનીએ તો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ વિરુદ્ધ ચલાવેલ મામલાની ટ્રાયલ 5 મે 1930ના રોજ શરૂ થઈ અહ્તી અને તેમને 7 ઓક્ટોબર 1930ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. આ ત્રણેય નવયુવાનોને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
પહેલા અમે એ કહેવા માંગીશુ કે અમે અત્યાર સુધી બ્રિટિશ કોર્ટનો બોયકોટ કર્યો નથી. અમે મિ. લુઈસની કોર્ટમાં જઈ રહ્યા છીએ જે અમારા વિરુદ્ધ જેલ એક્ટ ધારા 22ના હેઠળ કેસની સુનાવણી કરી રહ્યા છે. આ ઘટના 29 જાન્યુઆરીના રોજ તમારી કોર્ટમાં બની હતી. લાઓર ષડયંત્ર કેસ સંબંધમાં આ પગલુ ઉઠાવવા માટે અમને વિશેષ પરિસ્થિતિઓએ મજબૂર કર્યા છે. અમે શરૂઆતથી જ અનુભવ કરીએ છીએ કે કોર્ટના ખોટા વલણ દ્વારા કે જેલ અથવા અન્ય અધિકારીઓ દ્વારા અમારા અધિકારોની સીમા ક્રોસ કરીને અમને સતત જાણીજોઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે.