મુસ્લિમો માટે પવિત્ર સ્થાન મક્કા અને મદીનાની યાત્રા પર સઉદી અરબે રોક લગાવી છે. વાર્ષિક હજ યાત્રા પહેલા સઉદી અરબે આ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોનાના સંક્રમણના 220 કેસ આમે આવી ચુક્યા છે. મક્કા ઉપરાંત અરબે મદીનામાં સ્થિત પૈગબંર મોહમ્મદની મસ્જિદની યાત્રા પર પણ રોક લગાવી દીધી છે. તેલના મામલે સમુદ્ર સઉદી અરબના આ નિર્ણયથી જાણ થાય છે કે તે કોરોના વાયરસના સંક્રમણને લઈને કેટલા સજાગ છે.
સઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન રજુ કરી કહ્યુ કે અમે બધા દેશોની એંટ્રી વિઝાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યુ, કોરોના વાયરસને રોકવા માટે સઉદી અરબ પણ દુનિયાની સાથે છે. અમે અમારા દેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાયરસથી પ્રભવિત દેશોની યાત્રા કરવાથી બચો. અમે દુઆ કરીએ છીએ કે ખુદા પુરી માનવતથી આ વાયરસથી બચાવે.