Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips

ગુરુવાર, 10 જૂન 2021 (15:04 IST)
સીફૂડ પસંદ કરનાર લોકોના ઘરોમાં હમેશા માછલી બનાવીને ખાઈએ છે. માછલી ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાદ્યા પછી હાથ અને વસણથી તેની ગંધ હટાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા હમેશા આવે છે. તો આ સરળ ઉપાય અજમાવીને તમારી પરેશાનીને દૂર કરો. 
માછલીની ગંધ દૂર કરવાના ટીપ્સ 
લીંબૂ 
માછલીની ગંધ વાસણથી દૂર કરવા માટે લીંબૂ એક કારગર ઉપાય છે. તેના માટે તમે લીંબૂના રસની કેટલીક ટીંપા વાસણમાં નાખી મૂકી દો. થોડીવાર તેમાં ગરમ પાણી નાખો. થોડીવાર મૂકી દો પછી વાસણને 
સારી રીતે સાફ કરી લો. 
 
સિરકો 
માછલીની ગંધ હટાવવા માટે તમે વાસણમાં સિરકાની કેટલીક ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. થોડીવાર પછી માછલીના વાસણને કોઈ સાબુ કે લિક્વિડ સોપથી સાફ કરી લો. વાસણથી માછલીની ગંધ 
સરળતાથી દૂર થઈ જશે. 
 
મીઠું
મીઠાની મદદથી માછલીની ગંધ દૂર કરી શકાય છે. તેના માટે તમે ગરમ પાણી અને મીઠુને વાસણમાં નાખી કેટલાક મિનિટ માટે મૂકી દો અને થોડીવાર પછી  સાબુ કે લિક્વિડ સોપથી વાસણને સાફ કરી લો. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાની મદદથી તમે માછલીની ગંધને દૂર કરી શકો છો. તેના માટે તમે બેકિંગ સોડાને વાસણમાં છાંટી થોડીવાર આમજ રહેવા દો. ત્યારબાદ  સાબુથી સારી રીતે સાફ કરી લો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર