Dosa recipe- ક્રિસ્પી પૌઆ ડોસા બનાવવુ છે સરળ જાણો રેસીપી
સોમવાર, 7 જૂન 2021 (17:47 IST)
સામગ્રી
2 વાટકી ચોખા
2 વાટકી પૌઆ
1 વાટકી દહીં
સ્વાદમુજબ મીઠુ અને તેલ
ચપટી સોડા
વિધિ
ચોખા અને પૌઆને જુદા-જુદા ધોઈને પૂરતો પાણી રાખી 6-7 કલાક સુધી પલાળવા પછી તેણે વાટીને દહીં અને મીઠુ નાખી પેસ્ટ બનાવી લો. તેમાં ચપટી મીઠુ સોડા નાખી દો.
હવે નૉનસ્ટીક કે લોખંડના તવાને ગરમ કરવું. પહેલા એક ચમચી તેલ માખી પછી મિશ્રણ નાખો અને ચમચીથી ફેલાવીને ધીમા તાપ પર ફ્રાય થવા દો. જ્યારે સુધી નીચેનો ભાગ સોનેરી રંગનો અને કરકરો ન થઈ
જાય. હવે તૈયાર ડોસાને ચટની સાથે ગરમા-ગરમ સર્વ કરો.