મિનિટોમાં માખીઓ દૂર ભગાડવાનો ઘરગથ્થું ઉપાય

બુધવાર, 19 જૂન 2019 (13:16 IST)
વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે પછી ઘરમાં આવીને ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઈ જાય છે. તો  આજે અમે તે માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય જણાવી રહ્યા છે. 
એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે. 
વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. 
લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર