ઉનાળામાં આ નાના નાના કામ કરશો તો ચેહરા ચમકવા લાગશે

શનિવાર, 8 જૂન 2019 (11:07 IST)
ઉનાળામાં કડક તડકાને કારણે  સ્કીન રફ થવા માંડે  છે. આથી આ સમયે સ્કિન  ગ્લોઈંગ રાખવા માટે સૌથી વધારે કેયર કરવી પડે છે. યોગ્ય રીતે કેયર ન કરતા સ્કિન સૂકી અને ડલ થવા માંડે  છે. ઋતુની અસરથી ચેહરાની ચમક ગયાબ થઈ જાય છે . અને ચેહરો  કાળા થઈ જાય છે. આથી ચેહરાની ચમક  જાળાવી રાખવા આ ઘરેલૂ ઉપાય અજમાવો....
 
1. પેટ સાફ રહેશે  તો ત્વચાની સમસ્યા નહી થાય . હાજમા સારો  ન હોય તો ચેહરા પર ખીલ થઈ શકે છે. આથી સ્કિનને સ્વસ્થ રાખવા માટે  કબજિયાતને દૂર કરવી ખૂબ જરૂરી છે. પેટ સાફ કરવા માટે રોજ  સવારે હૂંફાળા પાણીમાં મધ નાખી પીવો. આથી ખીલની સમસ્યા દૂર થઈ શકે છે. 
 
2. બે નાની ચમચી ચણાના લોટ અડધી નાની ચમચી હળદર મિકસ કરી આ લેપમાં  ગુલાબ જળ અને દસ ટીપાં નીંબૂ નાખી લેપને લગાવીને ચેહરા ધોઈ લો. ત્વચા નિખરી જશે. 
 
3. પાણી વધારે પીવું. રોજ ઓછામાં ઓછા  દસ ગિલાસ પાણી પીવું , કારણકે પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીરના ઝેરીલા પદાર્થ બહાર નિકળી જાય છે અને ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. વધારે પાણી પીવાથી ઓછા ઉંમરે  ત્વચા પર કરચલીઓ નહી પડે . 
 
4. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને એંટી ઓસ્કસીડેંટ ભરપૂર માત્રામાં હોય છે. સ્ટ્રોબેરીને ચેહરા પર મેશ કરીને લગાવો ચેહરા ચમકવા લાગશે. 
 
5. કેળામાં પુષ્કળ  માત્રામાં નમી હોય છે. એને વાટીને મધ મિક્સ કરી ચેહરા પર લગાડો અને 10 મિનિટ પછી ધોઈ લો. આ મિશ્રણ ચેહરા પર તાજગી લાવે છે. 
 
6. સંતરાના છાલટાને વાટેને પાઉડર બનાવી લો. આ પાવડરમાં થોડા દૂધ મિકસ કરી ચેહરા પર લગાડો .સૂક્યા પછી પાણીથી ધોઈ લો. સ્કિન સ્મૂથ થશે..



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર