ઘરેલુ ઉપચાર - ચાર બોટલ વોડકા... વોડકાના તંદુરસ્તી સાથે સંકળાયેલ 7 ફાયદા

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (23:34 IST)
વોડકાના તંદુરસ્તી સાથે સંકળાયેલ 7 ફાયદા વિશે તમે નહી જાણતા હોય 

 
ચાર બોટલ વોડકા.. હની સિંહના આ ગીતે વોડકાનુ ચલન ફક્ત યુરોપીય દેશોમાં જ નહી પણ આપણા દેશમાં પણ વધાર્યુ છે. 
 
પાણી જેવુ દેખાતુ આ ડ્રિંકમાં આલ્કોહોલની અધિકતા છે. તેથી તેનુ વધુ સેવન કરતા બચવુ જોઈએ. પણ આ અલ્કોહિલક ડ્રિંકનો જો સંતુલિત માત્રામાં સેવન કરવામાં આવે તો આ આરોગ્ય સંબધી કેટલીક સમસ્યાઓમાં ફાયદો આપે છે. 
 
જાણો વોડકાના સંતુલિત માત્રામાં લેવાના આરોગ્ય સબંધી સાત મોટા ફાયદા વિશે 
 
તણાવ દૂર કરે છે - વિવિધ શોધોમાં જોવા મળ્યુ છે કે વોડકાનું સેવન તણાવ ઓછો કરવામાં મદદરૂપ છે. દિવસભરની થકાવટ પછી તેનુ સંતુલિત માત્રામાં સેવન શરીરમાં કોર્ટિજોલનુ સ્તર નિયંત્રિત કરે છે. જેનાથી તણાવ ઓછો થાય છે. જો કે તેનો ઓવરડોઝ વિપરિત પ્રભાવ પણ નાખી શકે છે. 
 
સારી ઊંઘ માટે - અનેક શોધોમાં પ્રમાણિત થઈ ચુક્યુ છે કે સાંજે થોડી માત્રામાં વોડકાનુ સેવન કરવાથી ઊંઘ આવવાની સમસ્યા દૂર થય છે અને સારી ઊંઘ આવે છે. 
 
વજન ઘટાડવામાં ફાયદાકારી - વોડકામાં જીરો કેલોરી છે તેથી તેને ડાયેટિંગ દરમિયાન થોડી માત્રામાં લઈ શકાય છે. ભોજન સાથે થોડા પ્રમાણમાં વોડકાનું સેવન જાડાપણું ઓછુ કરવામાં મદદરૂપ છે. 
 
રક્ત પરિભ્રમણ સારુ રાખે છે - વોડકાનું સેવન જો સંતુલિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી લોહીનું પરિભ્રમણ સારુ રહે છે. જેનાથી દિલ સાથે સંકળાયેલ રોગોનુ રિસ્ક ઓછુ થાય છે.  
 
તાવમાં આરામ - તમને જાણીને આશ્ચર્ય થશે પણ તાવ દરમિયાન વોડકા ફાયદાકારી છે. પણ ધ્યાન રાખો કે આને પીવાનુ નથી પણ લગાવવાનું છે. પગ, છાતી અને માથ અપર વોડકાની હલકી માલિશ કરવાથી તાવ ઓછો કરી શકાય છે. 
 
પાચનમાં લાભકારી - વોડકાની થોડી માત્રા જો ભોજનની સાથે લેવામાં આવે તો તેનાથી ભોજન સહેલાઈથી પચી જાય છે. તેથી જ તો અનેક દેશોમાં વોડકા રાત્રે ભોજનનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. 
 
દવાઓમાં ઉપયોગ - અનેક રોગોના ઈલાજમાં વોડકાની અંદર ઔષધિઓ અને જડી બુટ્ટીયોને લાંબા સમય સુધી સુરક્ષિત અને અસરદાર રાખી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર