7 ગજબના ઉપાયોથી 7 દિવસમાં જ તમારી ટમી ગાયબ થઈ જશે

શુક્રવાર, 2 જૂન 2017 (14:41 IST)
વધેલુ પેટ તમારી પર્સનાલિટીને બગાડી નાખે છે. આ ઉપરાંત અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધેલુ પેટ ગાયબ કરવા માટે જીમ જવાની જરૂર નથી કે ન તો વધુ એક્સરસાઈઝની. બસ આ સરળ 7 ઉપાયો અજમાવીને જુઓ.. 
 
1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ. 
 
2. ઓછામાં ઓછા  4 કિમીની વૉક રોજ કરો. લંચ પછી એકદમ સૂઈ ન જશો. રાત્રે હળવો ખોરાક લો. જમવાના અડધો કલાક પછી ઓછામાં ઓછા 1 કલાક વૉક કરો. 
 
3. પાણી ખૂબ પીવો. લિકવિડ વસ્તુઓ લો. જેનાથી પેટ ભરેલુ રહે છે.  જેનાથી તમે ખોરાક ઓછો લેશો. ગળ્યા અને હાઈકેલોરીવાળા ખાદ્ય પદાર્થો ઓછા લો. 
 
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો. 
 
5. બટાકા, મેદો,  ખાંડ,  ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ,  ગાજર,  પાલક,  સફરજન અને પપૈયુ ખાવ. 
 
6. બ્રેકફાસ્ટ જરૂર કરો. રિસર્ચમાં આ વાત સાંભળવા મળી છે કે પ્રોપર બ્રેકફાસ્ટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. નહી તો વજન વધે છે. 
 
7. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વ્રત કરો. ડિટોક્સિફ્રાઈ કરો. ફક્ત જ્યુસ વગરે પીવો. 

વેબદુનિયા પર વાંચો