રોજ સવારે મીઠાવાળું પાણી પીવાથી થતા આ 6 ફાયદા વિશે જાણો છો ?

શનિવાર, 24 ઑગસ્ટ 2019 (17:50 IST)
1. ડાયજેશન સુધરે છે  - મીઠાવાળું પાણી મોઢાની લારવળી ગ્રંથિયોને સક્રિય કરવામાં મદદ કરે છે. લાર પેટની અંદર પ્રાકૃતિક મીઠુ, હાઈડ્રોક્લોરિક એસિડ અને પ્રોટિનને પચાવાનરા એંજાઈમને ઉત્તેજીત કરવામાં સહાયતા કરે છે.  આના દ્વારા ખાધેલો ખોરાક તૂટીને આરામથી પચી જાય છે. આ ઉપરાંત ઈંટેસ્ટાઈનિલ ટ્રૈક્ટ અને લિવરમાં પણ એંજાઈમને ઉત્તેજીત થવામાં મદદ મળે છે. જેનાથી ખાવાનુ પચવામાં સરળતા રહે છે. 
2. ઉંઘ લાવવામાં લાભદાયક મીઠામાં રહેલ ખનીજ આપણી તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠુ, કોર્ટિસોલ અને એડ્રનલાઈન જેવા બે ખતરનાક સટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ મળે છે. 
 
3. શરીરને ડિટૉક્સ કરે છેમીઠામાં ખનીજ રહેવાને કારણે આ એંટીબૈક્ટેરિયલનુ કામ પણ કરે છે. જેને કારણે શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે. 
 
4. હાડકાની મજબૂતી - અનેક લોકોને ખબર નથી કે આપણું શરીર આપણા હાડકામાંથી કેલ્શિયમ અને અન્ય ખનીજ ખેંચે છે. જેના કારણે આપણા હાડકાંઓમાં નબળાઈ આવી જાય છે. તેથી મીઠાવાળુ પાણી આ મિનરલ લૉસની પૂર્તિ કરે છે અને હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. 
 
5. સ્કિન પ્રોબ્લમ્સ મીઠામાં રહેલ ક્રોમિયમ એક્ને સામે લડે છે. તેમા રહેલ સલ્ફરથી ત્વચા સાફ અને કોમળ બને છે.  આ ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એક્ઝિમાની સમસ્યા દૂર થાય છે. 
 
6. વજન ઘટાડો - આ પાચનને ઠીક કરીને શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે જેનાથી જાડાપણું કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર