ડાયાબીટીશમાં રાહત - રોજ એક ચમચી મેથીદાણા પાવડર પાણી સાથે ફાંકવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. લીલી મેથી રક્તમાં શુગરને ઘટાડી દે છે. તેથી ડાયાબીટીશના રોગીઓ માટે આ ફાયદાકારી હોય છે. રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી દાણા રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળી આ પાણી ગાળીને પીવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે.