આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ નાના-નાના બાળકો પણ ચશ્મા લગાવેલ જોવા મળે છે. ખાન-પાનમાં પૌષ્ટિક તત્વોની કમી આખો દિવસ મોબાઈલ કે ટીવી જોવાથી પણ આંખોની રોશની નબળી પડવા માંડે છે. ગાજર આંખો માટે ખૂબ લાભકારી હોય છે. રોજ તેનુ જ્યુસ પીવાથી આંખોની કમજોરી દૂર થય છે. આ સાથે જ પાલકનુ જ્યુસ પીવુ પણ લાભકારી હોય છે. થોડા દિવસ સુધી સતત આનુ સેવન કરવાથી ચશ્મા ઉતરી શકે છે.