ઘરેલુ ઉપચાર - દૂધીના છાલટા સ્કીન ગ્લોમાં લાભકારી

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:00 IST)
દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા અને રસના પણ અનેક ફાયદા છે.  કાર્બોહાઈટેકની ઉપલબ્ધતાથી આ સહેલાઈથી પચી જાય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી છે. 
 
ત્વચા - દૂધીના તાજા છાલટાને વાટીની તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
તળિયામાં બળતરા - દૂધીને કાપીને પગના તળિયે મસળવાથી પગની ગરમી અને બળતરા દૂર થાય છે. 
 
પેટ રોગ - દૂધીને ધીમા તાપ પર શેકીને ભુર્તુ બનાવી લો. તેનો રસ નિચોડી સાકર મિક્સ કરીને પીવાથી લિવરના રોગોમાં લાભ થશે. 
ઝાડા - બાફેલી દૂધીનુ રાયતુ ખાવાથી ઝાડામાં આરામ મળે છે 
 
દવાની જેમ પ્રયોગ 
 
દાંતનો દુખાવો - 75 ગ્રામ દૂધી અને 20 ગ્રામ લસણ વાટીને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહી જાય તો ચાળીને કોગળા કરો. 
 
બવાસીર - છાલટાને છાયડામાં સુકવીને વાટી લો. રોજ સવાર સાંજ  એક ચમચી ઠંડા પાણી સાથે ફાંકી લો.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર