સમય વીતવાની સાથે સાથે આપણા દાંત પીળા પડી જાય છે. જેના અનેક કારણો હોઈ શકે છે. જીંસ. દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવાની ખોટી આદતો અને વયનુ વધવુ. દાંતોનો રંગ ખરાબ હોવા પાછળ કેટલીક દવાઓ અને દાંત સંબંધી સમસ્યાઓ પણ કારણ હોઈ શકે છે. જો કે વર્ષમાં બે વાર દાંતોના ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. છતા પણ કેટલાક ઘરેલુ ઉપચાર ઘણા સહાયક બની શકે છે.
- દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.