ટમેટા ચાટ બનાવવાની વિધિ
ટમેટા ચાટ બનાવવા માટે સૌથી પહેલા કડાહીમાં ત્રણ મોટી ચમચી તેલ નાખી ગરમ કરો. તેમાં આદું, લીલા મરચાં અને ડુંગળીને ગુલાબી થતા સુધી શેકવું. હવે તેમાં ટમેટા અને 1/2 નાની ચમચી મીઠુ નાખી પાંચ મિનિટ ધીમા તાપ પર રાંધવું. પછી ગરમ મસાલા, કશ્મીરી લાલ મરચા પાઉડર, જીરું પાઉડર નાખી બે-3 મિનિટ મધ્યમ તાપ પર શેકવું. હવે તેમાં બટાટા મિક્સ કરો. અને બે મિનિટ શેકવું. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા, અડધુ કપ પાણી મિક્સ કરો તેને ધીમા તાપ પર બે મિનિટ રાંધવું. ત્યારબાદ તેમાં લીલી ચટણી કોથમીર અને સ્વાદ પ્રમાણે સંચણ નાખો અને પછી ગેસ બ6દ કરી નાખો. હવે તૈયાર સામગ્રીને કુલ્હણ કે પ્લેટમાં કાઢો પછી તેમાં સમારેલા ડુંગળી અને કોથમીર ગરમાગરમ પીરસો.