Potato Cheese cake- નમકીન છે આ કેક, પોટેટો ચીંઝ કેક ખાઈને ભૂલી જશો દરેક સ્વાદ

શુક્રવાર, 11 જૂન 2021 (10:54 IST)
Potato Cheesecake- બાળકો હમેશા કઈક નવુ ખાવાની માંગણી કરે છે તેથી ઘણી વાર અમને સમજ નથી આવતો કે શું બનાવીએ. પિજ્જા, પાસ્તા, સમોસા,  ભજીયા તો આશરે દરેક ઘરમાં હમેશા 
ખાઈ છે. શું તમે આ બધુ ખાઈને બોર થઈ ગય છો તો તમે આ વખતે પોટેટો ચીઝ કેક બનાવો. આ રેસીપી તમને અને તમારા પરિવારને ખૂબ પસંદ આવસ્ગે તો આ છે તમારા માટે પોટેટો ચીઝ કેક બનાવવાની 
 
વિધિ 
સામગ્રી 
2 કપ બાફેલા મેશ બટાટા 
1/2 કપ સમારેલુ લીલી ડુંગળી 
1/4 કપ ચીઝ 
1 ચમચી માખણ કે ઘી 
ગાર્નિશિંગ માટે 
1/2 કપ સમારેલી શાક 
1 ઈંડુ 
2 ચમચી મેંદો 
 1 નાની ચમચી મીઠું 
1 નાની ચમચી કાળી મરી 
1 નાની ચમચી ચીલ્લી ફ્લેક્સ 
2 ચમચી શિમલા મરચાં, ગાજર, લીલું ડુંગળી 
1-2 ચમચી મેયોનીઝ 
1-2 ચમચી ટોમેટો સૉસ 
 
પોટેટો ચીઝ કેક રેસીપી 
તેને બનાવવા  માટે4 એક મોટા બાઉલમાં મેશ બટાટા, લીલી ડુંગળી, ઈંડું અને ચીઝ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી સારી રીતે મિકસ કરી લો. અને સારી રીતે ફેંટી લો. ગૈસ પર પેનને ચઢાવો. તાપ ઓછી રાખી અને બટર નાખો. જ્યારે બટર ઓળગવા લાગે તો જાડુ કરીને ફેલાવો. આ વાતની ખાસ કાળજી રાખવી કે બેટર વધારે પાતળુ કે જાડુ ન હોય. તેને ઓછામાં ઓછા 1 કે 2 મિનિટ રાંધવું. ત્યારબાદ બીજી બાજુ પણ પલટીને શેંકી લો. 
જ્યારે આ ગોલ્ડન બ્રાઉન શેકાઈએ જાય તો તાપ બંદ કરી દો. લો તૈયાર છે તમારો પોટેટો ચીઝ કેક. તેને તમે ચિલ્લી સૉસ, ટોમેટો સૉસની સાથે સર્વ કરી શકો છો.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર