બનાવવાની રીત
- એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા રાખો.
- પેન ગરમ થતા તેમાં સીંગદાણા નાખીને સૂકવીને તળી લો અને આગ બંધ કરી દો.
- સીંગદાણાને એક બાઉલમાં કાઢીને તેને ઠંડી કરો અને પછી તેની છાલ કાઢી લો.
- હવે એક મિક્સર જારમાં સીંગદાણા, લસણ, લીલા મરચાં, પાણી નાખીને બારીક પીસી લો અને એક બાઉલમાં બાજુ પર રાખો.
- ફરી એક કડાઈમાં તેલને ધીમી આંચ પર ગરમ કરવા રાખો.
- તેલ ગરમ થાય એટલે રાઈ અને લીમડો નાખો અને તરત જ ચટણી પર નાખો.