બનાવવાની રીત - સૌ પહેલા અડધી વાટકી લોટમાં પાણી નાખો અને તેનુ સાધારણ પાતળુ ખીરુ બનાવી લો. સૌ પહેલા મેગીને બાફી લો. પણ તેને વધુ ન પકવશો. બાફ્યા પછી તેને ચાયણીમાં પાણી નિતરવા મુકી દો અને તેના ઠંડા થવાની રાહ જુઓ. ત્યારબાદ તેને છીણેલી કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મરચા, લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ અને મેગી મસાલાની સાથે સારી રીતે મિક્સ કરી દો. પછી બેસન અને મીઠુ નાખો અને સારી રીતે મિક્સ કરો. આ બધુ સારી રીતે મિક્સ કરીને તેના નાના નાના ગોળા બનાવી લો અને તે બધાને લોટ અને પાણીથી બનાવેલ ખીરામાં ડુબાડો. તમે લોટમાં ડુબાડ્યા વગર ગોળા બનાવીને ડાયરેક્ટ પણ તળી શકો છો હવે તેને તેલ ગરમ થયા પછી એક એક કરીને નાખતા જાવ અને તળાય બાદ તેને બહાર કાઢી લો. તમારા મૈગી પકોડા તૈયાર છે.