અમેરિકામાં અચાનક આવેલા પૂરથી તબાહી, 13 લોકોના મોત, 20 થી વધુ બાળકીઓ ગુમ
શનિવાર, 5 જુલાઈ 2025 (07:35 IST)
Texas flood
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. અહેવાલો અનુસાર, માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપે નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં રહેલી 20 થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ. બચાવ ટીમો હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
કર્વીલ કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે નદીના પાણીનું સ્તર અચાનક વધી ગયું. રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર, હન્ટ નજીક ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધી ગયું. હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીએ કહ્યું, 'પાણી એટલું ઝડપથી વધ્યું કે લોકોને ખુદને સાચવવાની તક ન મળી.' કાઉન્ટી જજ રોબ કેલીએ કહ્યું કે ઘણા લોકોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમણે કહ્યું, 'અમારા પ્રયાસો ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે.'
The Kerr County Sheriffs Office said multiple people are dead after catastrophic flooding.
Early on 4th of July morning the Guadalupe River rose to its second highest level ever recorded in the area after torrential rainfall.
હંટમાં આવેલ કેમ્પ મિસ્ટિક નામનું એક ખાનગી ક્રિશ્ચિયન ગર્લ્સ સમર કેમ્પ, પૂરની ઝપેટમાં આવી ગયું હતું. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પમાંથી 23 યુવતીઓ હજુ પણ ગુમ છે. તેમણે ટેક્સાસના લોકોને યુવતીઓની સલામતી માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. કેમ્પ મિસ્ટિકે માતાપિતાને એક ઇમેઇલ મોકલીને જણાવ્યું હતું કે મળી આવેલા બાળકોના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે. અન્ય બે કેમ્પ, કેમ્પ વાલ્ડેમાર અને કેમ્પ લા જુન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તેમના બધા બાળકો અને સ્ટાફ સુરક્ષિત છે.
PRAYERS FOR KERVILLE: At least six people died because of flooding, according to KVUE-TV.
“This is a catastrophic flooding event in Kerr County. We can confirm fatalities,” The Kerr County Sheriffs Office
— #JustAKidFromTheCreek (@micahrwilson) July 4, 2025
સોશિયલ મીડિયા પર જોવા મળી લોકોની બેચેની
સોશિયલ મીડિયા પર પરિવારોની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકો તેમના બાળકો, ભત્રીજીઓ અને ભત્રીજાઓ અને સંબંધીઓને શોધી રહ્યા છે. એક મહિલાએ ફેસબુક પર લખ્યું કે તેમની પુત્રી, જે તેના પતિ અને બે બાળકો સાથે હંટમાં એક કેબિનમાં હતી, તેનો સંપર્ક થઈ શક્યો નથી. કેરવિલ કાઉન્ટી શેરિફ ઓફિસના ફેસબુક પેજ પર, લોકો ચિત્રો શેર કરી રહ્યા છે અને તેમના પ્રિયજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેરવિલ અને હન્ટમાંથી પાણી વહેવાને કારણે કેન્ડલ કાઉન્ટીમાં પણ ભય વધી ગયો છે. કમ્ફર્ટમાં શેરિફ ઓફિસે પૂરની ચેતવણી આપી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા કહ્યું હતું.
'મારા 6 ફૂટ ઊંચા દીકરાને કારણે હું બચી ગઈ'
ઈંગ્રામ નજીક બમ્બલ બી હિલ્સમાં રહેતી એરિન બર્ગેસે કહ્યું કે શુક્રવારે સવારે 3:3૦ વાગ્યે વરસાદ શરૂ થયો ત્યારે બધું સામાન્ય લાગતું હતું. પરંતુ 20 મિનિટ પછી, તેના ઘરમાં પાણી ઘૂસવા લાગ્યું. તેનો 19 વર્ષનો દીકરો એરિન, તેનો બોયફ્રેન્ડ અને કૂતરા એ જેમતેમ કરીને એક ઝાડ નીચે આશરો લીધો. તેણે કહ્યું, 'મારો દીકરો 6 ફૂટથી વધુ ઊંચો છે, તેના કારણે હું બચી ગઈ.' થોડા સમય પછી, તેનો બોયફ્રેન્ડ અને કૂતરો પણ મળી આવ્યો.
ખબર નહોતી કે આટલું પુર આવશે
કાઉન્ટી જજ રોબ કેલીએ સ્વીકાર્યું કે પૂરની ચેતવણી છતાં, કોઈ મજબૂત એલર્ટ સીસ્ટમ નહોતી. તેમણે કહ્યું, 'અમને ખબર નહોતી કે આટલું મોટું પુર આવવાનું છે. આ નદી ખીણ અમેરિકાની સૌથી ખતરનાક ખીણ નદી માંની એક છે.' ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સંસાધનો મોકલી રહી છે. કેરવિલે, ઇન્ગ્રામ અને હન્ટ જેવા વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ટેક્સાસ ઉપરાંત, વાવાઝોડાએ ન્યુ જર્સીમાં પણ તબાહી મચાવી છે. ત્યાં વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા છે. પ્લેનફિલ્ડ શહેરમાં, 79 અને 25 વર્ષના બે પુરુષોનું કાર પર ઝાડ પડતાં મોત થયું છે. (એપી)
Lila Bonner, Eloise Peck, Hadley Hanna, Kellyanne Lytal, Lainey Landry, Janie Hunt, Renee Smajstrla, Cile Steward, Virginia Hollis, Margaret Sheedy, Molly Dewitt, Anna Margaret Bellows, Blakely McCrory, Mary Grace Baker, Linnie McCown are missing in Texas Camp Mystic in flood pic.twitter.com/BCFL6Qg8Rb
— News Channel3 Now (@newschannel3now) July 4, 2025