અમેરિકી સંઘીય સરકારમાં ત્રણ અઠવાડિયામાં શુક્રવારે બીજીવાર કામકાજ ઠપ્પ રહ્યુ. કેંટકીથી સીનેટર રૈંડ પૉલ દ્વારા બજેટ કરાર પર પોતાનો વોટ રોકી રાખવાને કારણે શુક્રવારે બજેટ પાસ ન થઈ શક્યુ. જેનાથી સરકારી કામકાજ ફરી ઠપ્પ થઈ ગયુ. સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ સીનેટર્સને હજુ પણ બજેટ કરારના પક્ષમાં વોટ નાખવાની આશા છે. જે મોડી રાત્રે લગભગ એક વાગ્યે શરૂ થઈ શકે છે.