‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિને અનુરૂપ ટ્રંપ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા મૂકવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી(DHS) સાથે મેમોના સ્વરૂપમાં શેર કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કર્સને H-1B વીઝા રાખવાથી રોકી શકે છે, જેમના ગ્રીન કાર્ડ લંબિત પડ્યા હશે.
આ નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ આવેદનો પેંડિંગમાં હજી 2-3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા નિયમ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે.
વાસ્તવમાં, અમેરિકા આ પગલું તેના Protect and Grow American Jobs બિલના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ બિલમાં H-1B વીઝાના દુરૂપયોગને રોકવા માટે નવા પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે. આના સિવાય, સરખું વેતન અને ટેલેન્ટના મૂવમેન્ટને લઈને નવા કાયદા લગાવવાની વાતો કરવામાં આવી હતી.