મૅક્સિકો : માઇગ્રન્ટ ડિટેન્શન સેન્ટરમાં ભીષણ આગ, 39 લોકોનાં મૃત્યુ, કેટલાય ઘાયલ

મંગળવાર, 28 માર્ચ 2023 (19:14 IST)
અમેરિકાની સરહદ નજીક ઉત્તર મૅક્સિકોના શહેર સિયુદાદ હુઆરેઝમાં એક અપ્રવાસી અટકાયત કેન્દ્રમાં ભીષણ આગ લાગી છે.જેમાં ઓછામાં ઓછા 39 લોકોના માર્યા જવાના સમાચાર છે.આ ઘટનામાં કેટલાય લોકોને ઈજા પહોંચી છે.
 
સમાચાર સંસ્થા એએફપીના એક સંવાદદાતાએ જણાવ્યું છે કે ફાયર-બ્રિગેડ અને બચાવદળના લોકો નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના પાર્કિંગમાં ઘણા મૃતદેહોને ધાબળાથી ઢાંકતા જોવા મળ્યા છે.
 
આ આગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમિગ્રેશનમાં સોમવારે મોડીરાત્રે લાગી હતી.
 
આ કેન્દ્ર મૅક્સિકો સિટીને અમેરિકન રાજ્ય ટેક્સાસના અલ પાસો શહેર સાથે જોડનારા સ્ટૅન્ટન ઇન્ટરનેશનલ બ્રિજથી થોડા મીટર જ દૂર છે.
 
કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું ચે કે આગ એક શૌચાલયમાં લાગી અને શંકા છે કે તેને લગાવવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર