કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે ન્યુઝીલેન્ડ સહિત કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ગંભીર પ્રતિબંધો ચાલુ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ સંપૂર્ણપણે વેક્સીનેશન કરાયેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.
સીએનબીસીના રિપોર્ટ મુજબ, WHO ના મુખ્ય વૈજ્ઞાનિકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "આ સમયે આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા વિશ્વભરમાં વેક્સીનની આપૂર્તિ હોવી જોઈએ જેથી મૃત્યુ દર ઘટાડી શકાય. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 50 ટકાથી વધુ વસ્તીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી જોઈએ.
ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જે દેશોમાં વેક્સિનેશન હાલ ધીમુ ચાલી રહ્યું છે ત્યા સંક્રમણ ઝડપથી વધશે. સાથેજ તેમણે કહ્યું કે હવે જો સંક્રમણ વધશે તો ડેલ્ટા વેરિયન્ટની જેમ કોઈ નવો વેરિએંટ પણ પેદા થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર નવેમ્બરમાં ચરમ સીમા પર હશે. પરંતુ તેમણે એવું પણ કીધું કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય