કોરોનાના ડેલ્ટા વેરિએંટ પર 83.1 ટકા અસરદાર છે સ્પૂતનિક-વી વેક્સીન, રૂસના સ્વાસ્થ્ય મંત્રીનો દાવો

ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (08:10 IST)
ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટાના હવાલો આપતા જણાવ્યું હતું કે "ડેટા બતાવી રહ્યા છે કે સ્પુતનિક વી નવા શોધાયેલા વેરિએન્ટ્સ સામે સુરક્ષિત છે અને સર્વોત્તમ સુરક્ષા અને પ્રભાવકારી માનકોમાંથી એકને કાયમ રાખે છે. 
 
રશિયાના આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા વેરિઅન્ટ સામે સ્પુતનિક વીની અસરકારકતા અંગેના ડેટા પણ રજુ કર્યા છે. આ વેક્સીન 83.1 ટકા અસરકારક છે અને સંક્રમણના જોખમમાં 6 ગણો ઘટાડો દર્શાવે છે.
 
આ ઉપરાંત, અર્જેન્ટિના, બહેરીન, હંગેરી, મેક્સિકો, રશિયા, સર્બિયા, ફિલિપીંસ અને યુએઇમાં મોટાપાયે વેક્સીનેશન દરમિયાન મળતા વાસ્તવિક આંકડા ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ(જેવી કે સીવીટી અથવા માયોકાર્ડિટિસ)ની કમી બતાવી રહ્યા છે.  ઘણા દેશોમાં જ્યાં અનેક વેક્સીનનો રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે, રૂસી વેક્સીનની સર્વોત્તમ સુરક્ષા અને અસરકારકતા માપદંડોનુ પ્રદર્શન દર્શાવ્યુ છે. .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર