ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, કંપનીનો દાવો, 90 કલાકમાં ખતમ થશે સંક્રમણ

બુધવાર, 11 ઑગસ્ટ 2021 (12:10 IST)
દેશમાં કોરોના વેક્સીન આવી ગઈ છે. કોવીશિલ્ડ અને કોવેક્સીન બંને કોરોનાના પ્રભાવને રોકવામાં પ્રભાવી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાની જુદી જુદી દવાઓને લઈને પણ પરીક્ષણ ચાલી રહ્યુ છે. આ દરમિયાન એક મહારાષ્ટ્રની એક કંપની પણ કોરોના વિરુદ્ધ પ્રભાવી દવા બનાવવાનુ કામ કરી રહી છે. 
 
90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે કંપનીએ વધુ દાવામાં જણાવ્યું છે કે, આનાથી 90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે.મહારાષ્ટ્રના કોલ્હાપુરની બાયોસાઈન્સ કંપનીએ ઘોડાના એન્ટિબોડીથી બનેલા કોરોનાની એક નવી દવાનું પરીક્ષણ કરી રહી છે. જો આ દવાના તમામ ટ્રાયલમાં સફળતા મળી તો કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં મદદ મળશે.
 
ભારતની પ્રથમ સ્વદેશી દવાઆ ભારતની પ્રથમ સ્વદેશી દવા હશે તેનો ઉપયોગ સારવાર માટે કરાશે. સૂત્રો અનુસાર, પ્રારભિંક ટ્રાયલમાં દવાને લીધે 72થી 90 કલાકોની અંદર જ ચેપગ્રસ્તોના આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આ દવાનું હાલ હ્યુમન ટ્રાયલનું  પ્રથમ ચરણ ચાલી રહ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર