કોરોનાની આ દવા ફક્ત ચાર દિવસમાં વાયરસનો આપશે માત, કંપનીએ કર્યો દાવો

મંગળવાર, 20 એપ્રિલ 2021 (09:12 IST)
દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે ત્યારે બીજી લહેર વચ્ચે એક સારા સમાચાર છે. 'AAYUDH Advance' દવાને અમદાવાદની બે સરકારી હોસ્પિટલોમાં ટ્રાયલમાં કોરોના વિરૂદ્ધ કારગર સાબિત થઇ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાયલ દરમિયાન માત્ર ચાર દિવસમાં જ 'AAYUDH Advance' લેનાર દર્દીઓને વાયરસના સંક્રમણમાં ઘણી હદે ઓછું કરી શકાયં છે. 
 
'AAYUDH Advance' ની કોઇ સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. જે કોરોના દર્દીઓની સારવાર 'AAYUDH Advance'  વડે કરવામાં આવી છે તે તમામ કોરોના નેગેટિવ આવ્યા અને તાવ, ખાંસી અને શ્વાસની તકલીફ જેવા લક્ષણોમાં સુધારો જોવા મળ્યો છે. કંટેમ્પરેરી ક્લિનિકલ ટ્રાયલ કોમ્યુનિકેશન મેગેજીનમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર આયુષ કોરોનાની સારવામાં એડવાન્સ સ્ટાર્ડડ ઓફ કેર પર ખરી ઉતરી છે. આ રિસર્ચ નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન, નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ, અમેરિકાની વેબસાઇટ પર પ્રકાશિત થઇ છે. 
 
આ દવાનો પ્રથમ હ્યુમન ટ્રાયલ ઓક્ટોબર 2020માં શ્રીમતિ એનએચએલ નગર મેડિકલ કોલેજ અને SVPIMSR,એલિસબ્રિજ, અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. બીજી ટ્રાયલ જાન્યુઆરી 2021માં GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સોલા, અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ દરમિયાન માઇલ્ડ સિમ્ટમસવાળા કોરોના દર્દીઓ પર તેની અસર તપાસવામાં આવી હતી. 
 
પહેલાં ક્લિનિકલ રિસર્ચના સફળ પરિણામો બાદ મોટા ટ્રાયલ કરવામાં આવ્યા. ત્યારબાદ થોડા વધુ સિમ્ટમ્સવાળા દર્દીઓ અને પછી એવામાં જેને કોઇ ગંભીર બિમારી છે તેના પર પરિક્ષણ કરવામાં આવ્યું. આ દર્દીઓને દિવસમાં ચાર વાર આયુષ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો અને તે ફક્ત ચાર દિવસમાં સાજા થઇ ગયા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર