આ દવાનુ નામ છે ફૈવીટૉન (Faviton), આ બનાવ્યુ છે બ્રિન્ટન ફાર્માસ્યૂટિકલ્સે કંપનીનો દાવો છે કે આ એંટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓની મદદ કરશે. આ દવાને ફૈવીપિરાવીર (Favipiravir) ના નામથી પણ બજારમાં વેચવામાં આવે છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, બ્રિન્ટન ફાર્માએ કહ્યું છે કે ફેવિટોન 200 મિલિગ્રામની ટેબલેટમાં આવશે. એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા છે. આ કિંમત મહત્તમ છૂટક કિંમત રહેશે. આ દવા વધુ કિંમતે વેચવામાં આવશે નહીં.