Oxford યૂનિવર્સિટી દ્વારા તૈયાર થઈ રહેલ COVID વેકસીન નવેમ્બર સુધી ભારતમાં આવવાની આશા, જાણો કિમંત

ગુરુવાર, 23 જુલાઈ 2020 (11:04 IST)
સોમવારે આ સમાચાર આવ્યા કે ઑક્સફોર્ડ  (Oxford University) ની કોરોના વૈક્સીન (corona vaccine) ની ટ્રાયલ પણ મોટેભાગે સફળ રહી છે અને હવે તેના ઉત્પાદનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ દિશામાં સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાએ અત્યારથી જ વૈક્સીન બનાવવાનુ કામ શરૂ કરી દીધુ છે.  સૌરભ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંદિયાના પમુખ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે 200 મિલિયન ડૉલરને આ દવા બનાવવા પાછ્ળ એક જ ઝટકામાં લગાવી દેવામાં આવ્યા છે.  કંપનીએ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર કરવાની અપેક્ષા રાખી છે. એસઆઈઆઈએ રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કરી લીધું છે અને રસીના કેટલાંક કેન્ડિડેટ્સ પર પણ કામ કરી રહી છે. એસ્ટ્રાઝેનેકા સાથે મળીને તેણે ઓક્સફોર્ડના 1 અબજ ડોઝની રસી પૂરી પાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
 
ભારતમાં શુ રહેશે વેક્સીનનુ મૂલ્ય ? 
 
તેમણે કહ્યુ કે જો કે આ જોખમથી ભરેલો વ્યવસાયિક નિર્ણય હોઈ શકે છે પણ કંપનીનુ કહેવુ છે કે તેની જરૂર જોતા તે આ કામ કરી રહી છે.  જો આગામી ચરણમાં આ સફળ ન થયુ તો અમારી તરફથી ઉઠાવેલ રિસ્કનુ નુકશાન અમને જ ઉઠાવવુ પડશે.   ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં વિકસિત કોરોનાવાયરસ  વૈક્સીન ભારતમાં નવેમ્બર સુધી આવી જશે.  ભારતમાં તેનુ મૂલ્ય 1000 રૂપિયા રહેશે. 
 
દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. એઇમ્સ દિલ્હી દેશની 12 જગ્યાઓમાંથી એક છે જ્યાં Covaxinનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અહીંની સેમ્પલ સાઇઝ આખા દેશમાં સૌથી મોટી છે આથી અહીંનું પરિણામ આખા રિસર્ચની દિશા નક્કી કરશે. એઇમ્સ પટના અને રોહતક પીજીઆઈ પર પહેલેથી જ રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ગોવામાં આજથી ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર