લીવર શું કામ કરે છે?
લીવર આપણા શરીરમાં સૌથી વધુ સક્રિય અંગ છે. લીવર કદમાં મોટું છે અને રીજનરેટ કરવાની ક્ષમતા હોય છે. પરંતુ તમારી ખરાબ જીવનશૈલી લીવરને બીમાર બનાવી રહી છે અને તેના કારણે લીવર શરીરને 100 બિમારીઓ આપી રહ્યું છે. લિવર શરીરમાં ખોરાક પચાવવા, સંક્રમણ સામે લડવાનું, શુગરને કંટ્રોલ કરવા અને શરીરમાંથી ટોક્સીન દૂર કરવાનું કામ કરે છે. લિવર શરીરમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે અને જરૂરી પોષક તત્વોને એકત્ર કરવાનું પણ કામ કરે છે. સ્વસ્થ રહેવા આપણું શરીર માટે જે કાર્યો કરે છે તે બધા લીવર ઓપરેટ કરે છે.