શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

સોમવાર, 20 જાન્યુઆરી 2025 (15:30 IST)
દાંતોની પીળાશ એક સામાન્ય સમસ્યા છે. જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. દેખીતુ છે કે પીળા દાંત કોઈને માટે પણ શરમનુ કારણ બની શકે છે. દાંતોમાં પીળાશ અનેક સમસ્યાઓનુ કારણ બને છે કારણ કે આ  તમારા દાંત અને મસુઢામાં ફસાયેલા કણોને સડવાથી બચાવે છે, જેને પ્લૈક કહેવામાં આવે છે. 
 
દાંતોમાં પીળાશ મોઢાની દુર્ગંધ, દાંતમાં લોહી આવવુ, પાયરિયા, પેઢામાં દુ:ખાવો, દાંતનો સડો, દાંતનુ ઢીલા થવુ, કૈવિટી વગેરેને જન્મ આપે છે.  આ જ કારણ છે કે પહેલા આ પ્લૈકના રૂપમાં જમા થાય છે પછી ટાર્ટરનુ રૂપ લઈને જડમાં જતો રહે છે.  જેનાથી સમસ્યાઓ શરૂ થાય છે. 
 
પીળા દાંતને સફેદ કેવી રીતે કરશો ? દાંત-મસૂઢાને સ્વસ્થ રાખવા માટે આ પ્લૈકને ખતમ કરવુ જરૂરી છે.  જે તમારા નોર્મલ ટૂથપેસ્ટથી હટતુ નથી.  દાંતોને સફેદ કરવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ.  એક અસરદાર નુસ્ખો નીચે બતાવ્યો છે. 
 
તમને શુ શુ જોઈએ 
- અડધી ચમચી નારિયળનુ તેલ 
- અડધી ચમચી બેકિંગ સોડા 
-  અડધી ચમચી હળદર પાવડર 
- અડધી ચમચી લીંબુ
 
કેવી રીતે તૈયાર કરશો મિશ્રણ 
એક વાડકીમાં નારિયળનુ તેલ, બેકિંગ સોડા, હળદર પાવડર નાખો. 
તેમા થોડુ રોજ ઉપયોગમાં લેવાતુ ટૂથપેસ્ટ નાખો 
તેને સારી રીતે મિક્સ કરી લો 
ત્યારબાદ લીંબુનો રસ  નાખીને મિક્સ કરો. 
તમારા દાંત સાફ કરવાનુ પેસ્ટ તૈયાર છે. 
 
પીળા દાંતને જલ્દી કરો સફેદ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anu's Luxe Picks (@anubeauty.tips)

 
ક્યારે કરશો ઉપયોગ 
આ ઉપાયને અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવો જોઈએ. તમારે સવારના સમયે દાંતને સાફ કરવાના છે.  આ મિશ્રણના ઉપયોગથી તમારા પીળા દાંત થોડાક જ દિવસમાં સફેદ થવા માંડશે. 
 
આ મિશ્રણથી શુ ફાયદા થાય છે 
અઠવાડિયામાં બે વાર આ મિશ્રણનો ઉપયોગ કરવાથી દાંતો અને પેઢા પર જમા પ્લૈક હટાવવામાં મદદ મળે છે સાથે જ આ મોઢાના pH લેવલને મેંટન રાખે છે અને કૈવિટી અને દાંતોના દુ:ખાવામાં રાહત આપે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર