પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં શ્રધ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે. મેળાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ યુવતી મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. મોનાલિસા નામની આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે. વાયરલ યુવતીની સુંદરતા હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.