બ્યુનસ આર્યર્સમાં આયોજીત 45મી અર્જેંટીના કોંગ્રેસ ઓફ કાર્ડિયોલૉજીમાં કરવામાં આવેલ અભ્યાસથી જાણ થઈ છે કે સ્માર્ટફોન એપ રિમાઈંડરનો ઉપયોગ કરનારા હ્રદય રોગીઓને લેખિત આદેશ પ્રાપ્ત કરનારા રોગીઓની તુલનામાં તેમની દવા લેવાની વધુ શક્યતા હોય છે. બ્યુનસ આયર્સના કાર્ડિયોવોરકુલર ઈંસ્ટીટ્યુટના લેખક ક્રિસ્ટિયન એમ. ગાર્મેડિયાએ કહ્યુ, 'અમે અનુમાન લગાવ્યુ છે કે એપથી તેનુ પાલન 30 ટકા વધશે પણ પ્રભાવ તેનાથી પણ અનેકગણો વધુ રહ્યો.'