તમે આ વાત નોટિસ તો કરી હશે કે કેટલાક લોકો શરીરથી એટલા જાડા નથી હોતા. બસ તેમનુ પેટ બહાર નીકળી આવે છે મતલબ બાકી શરીરની તુલનામાં પેટનો નીચલો ભાગ બહારની તરફ નીકળી આવે છે. હકીકતમાં આજના સમયે આવી સમસ્યાનો શિકાર મોટાભાગના લોકો છે. આવામાં સમસ્યાનો હલ જાણતા પહેલા એ જાણવુ ખૂબ જરૂરી છે કે છેવટે કયા કારણોથી આવુ થાય છે. ત્યારબાદ તમે તમારી દિનચર્યા બદલીને ખુદને ફીટ રાખી શકો છો.
આ રીતે પેટ ઓછુ કરી શકો છો
1. ઉઘ પૂરી લો - જો તમારો સૂવાનો અને ઉઠવાનો સમય અનિયમિત છે તો તમારે તેના પર થોડુ ધ્યાન આપવાની જરૂર છે. ઉઘ પુરી ન લેવાને કારણે તેની અસર તમારા શરીર અને મગજ પર પડે છે. તમારી દિનચર્યા બગડી જાય છે. અને તમે ઉતાવળમાં કંઈ પણ ખાઈ લો છો જેનાથી તમારુ પેટ નીકળી આવે છે.
2. તેલ મેદો અને ખાંડનુ સેવન ન કરો
તમે તમારી ડાયેટમાં તેલ મેંદો અને ખાંડનુ સેવન ઓછામાં ઓછુ કરો. ખાસ કરીને રાતના સમયે આ વસ્તુઓ સહેલાઈથી પચતી નથી. જેને કારણે પેટ નીકળી આવે છે.
3. એકવારમાં ઘણુ બધુ ન ખાશો
અનેક લોકો દિવસમાં બે વાર ખાય છે. જેને લીધે તેઓ ભૂખ કરતા વધુ ખાય લે છે. જે તેમને માટે હાનિકારક હોય છે. તમે એકવારમાં ઘણુ બધુ ખાવાને બદલે વચ્ચે વચ્ચે કઈકને કંઈક ખાઈ શકો છો. આખો દિવસ થોડુ થોડુ પાણી પીતા રહો. તમે પાણીથી પરેજ ન કરો કે ન વધુ પાણી પીવો. તમારે આખો દિવસ થોડુ થોડુ પાણી પીતા રહેવુ જોઈએ.