ટાઇફૉઇડ (Typhoid) ની બીમારી બહુ જ તકલીફદાયક હોય છે. ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, નબળાઇ, ઉલટી અને છૂટક મળનો સમાવેશ થાય છે.