આપણે મોટે ભાગે ઘઉ કે મકાઈથી બનેલી રોટલીનુ સેવન કરીએ છીએ. જ્યારે કે આ ઉપરાંત પણ અનેક એવા અનાજ છે જેની રોટલી સ્વાદ અને આરોગ્યથી ભરપૂર હોય છે. અમે વાત કરી રહ્યા છીએ બાજરાની રોટલીની. તેમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગજીન, ફાસ્ફોરસ, ફાઈબર, વિટામીન બી એન્ટીઓક્સીડેન્ટ વગેરે પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ કે તેને ખાઈને આપણે આપણા શરીરને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ અને રોગોથી દૂર રહી શકીએ છીએ.
હાઈ બ્લડ પ્રેશરને કરે કંટ્રોલ
જો તમે હાઈપરટેશન રહે છે તો બાજરાની રોટલી તમારે માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તેમા જોવા મળનારા મેગ્નેશિયમ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનુ કામ કરે છે. આ માટે તમે ઘઉના સ્થાને બાજરાનુ સેવન કરી શકો છો.