યૌન શક્તિ વધારવાના નુસખા

N.D
યૌન શક્તિને વધારવા અને ગુમાવેલી તાકાત પરત લાવવા માટે અસરોલની જડનો પાવડર અને કાસની હીરો અને અરેબિયન તેલ લાભદાયક સિદ્ધ થાય છે. આ ઔષધિઓથી કોઈપણ પ્રકારની યૌન સંબંધી સમસ્યાઓ થવા પર ઉપયોગ કરો લાભદાયક સિદ્ધ થશે. આ દવાને બબૂલના રસના નામે પણ ઓળખવામાં આવે છે.

અકાકિયા : અકાકિયા બબૂલની શિંગ અને પાનનો રસ છે. જેને સૂકાવીને ગોળીઓ બનાવવામાં આવે છે. આ દવા પેશાબમાં ધાતુ અને સ્વપ્ન દોષને માટે અચૂક ઔષધિ છે. જે વ્યક્તિ આ પ્રકારના રોગથી ગ્રસિત છે તેને બબૂલનો રસ 1 થી 1 1/2 ચમચી સુધી લેવો જોઈએ. આ ઉપરાંત અકાકિયા અન્ય બીમારીઓમાં પણ લાભકારી છે. જેવુ કે લોહી પડતા ઝાડા, સફેદપાણી, આંખ આવવી, મોઢામાં ચાંદા પડવા અને આંતરડામાં ખરાશ, ગરમીને કારણે થનારો સોજો કે ગાંઠ.

વીર્ય માટે ફાયદાકારક ભીંડા - ભીંડાથી બધા લોકો પરિચિત છે. ભિંડા વીર્યને ઘટ્ટ બનાવે છે અને સંભોગની શક્તિને વધારે છે. જે વ્યક્તિઓનું વીર્ય પાતળુ હોય છે તેમણે નરમ મુલાયમ ભિંડા જેમા બીજ ન પડ્યા હોય તેનો પાવડર પાંચથી સાત ગ્રા. સુધી લેવો જોઈએ. ભિંડાનુ શાક પાચન શક્તિ મુજબ ખાવુ જોઈએ. ભિંડાના અન્ય ઔષધીય ગુણ મૂત્ર દ્વારામાં બળતરા, સોજો વગેરેમાં લાભકારી છે. ભિંડા શરીરમાં લોહીની કમીને દૂર કરે છે અને લોહીમાં વધારો કરે છે.

વેબદુનિયા પર વાંચો