ભારતીય સ્ટેટ બેંકએ એકવાર ફરી પોતાના 42 કરોડથી વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ હ્ચેકે તે પોતાના કાર્ડની માહિતી પોતાના સુધી જ સીમિત રાખો. તેને કોઈ બીજા સાથે શેયર ન કરો. કારણ કે દેશનુ કેન્દ્રીય બેંક ભારતીય રિઝ્રર્વ બેંકનુ કહેવુ છે કે તમે તમારી બધી બેંક ડિટેલ્સના એકમાત્ર સંરક્ષક છો.
SBIએ ટ્વીટમાં લખ્યુ
એસબીઆઈએ પોતાના ટ્વીટમાં લખ્યુ તમારે તમારી બેંક ડિટેલ્સ જેવી કે પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી, યૂપીઆઈ પિન (UPI-PIN)વગેરેની માહિતી ફક્ત ખુદને હોવી જોઈએ. કોઈ બીજાને નહી. એસબીઆઈ જણાવ્યુ કે RBI Kehata Hai જાણકાર બનો સતર્ક રહો.