મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા લોકો માટે નવા વર્ષ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જાપાનના દૂતાવાસે E5 સીરીઝ શિંકાનસેન બુલેટની કેટલીક તસવીરો શેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન ભારતીય અવતારમાં બુલેટ ટ્રેનના રૂપમાં દોડશે. આ બુલેટ ટ્રેન શરૂ થતાં મુંબઇ અને અમદાવાદ વચ્ચેનું અંતર ફક્ત 2 કલાકમાં પુરૂ કરી શકાશે. Mumbai-Ahmedabad Bullet Train પ્રોજેક્ટ 2023 સુધી પુરો કરવાનો ટાર્ગેટ છે. તમને જણાવી દઇએ કે 2017ના રોજ પીએમ મોદી અને તેમના તત્કાલીન જાપાની સમકક્ષ શિંજો આબેએ દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 500 કિમીથી વધુનું અંતર કાપતાં મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડશે. કુલ અંતરમાં 21 કિમી સુરંગોમાંથી નિકળશે, જેમાં સાત કિમી સમુદ્ર નીચે હશે. બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેની મેક્સિમમ ગતિ 350 કિમી પ્રતિ કલાક રહેશે.