ઈન્ટરનેટ એક્સપ્લોરર થયુ બંધ

સોમવાર, 13 જૂન 2022 (19:11 IST)
માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સપ્લોરર ઘણા લોકો દ્વારા ખૂબ પસંદ અને ઉપયોગમાં લેવાતું હતું. અહેવાલો અનુસાર, આ વેબ બ્રાઉઝરની ટોચ વર્ષ 2003 માં હતી કારણ કે આ સમયે, ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ 95 ટકા હતો. પછી જેમ જેમ નવા બ્રાઉઝર આવ્યા તેમ સમય વીતતા આ વેબ બ્રાઉઝરનો યુઝર બેઝ ઘટતો ગયો. 
 
ઈન્ટરનેટ એક્સપ્લોરર બંધ થશેઃજ્યારે આ બ્રાઉઝર લોન્ચ થયું ત્યારે ખૂબ ઓછા લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા હતી. લોકોને ઈન્ટરનેટ પર કામ કરવાની સમસ્યા હતી. આ બ્રાઉઝર આવ્યા બાદ લોકોનું વેબસાઇટ પર કામ કરવાનું ખૂબસરળ થઈ ગયું હતું. જેના કારણે લોકોમાં તેની લોકપ્રિયતા વધી હતી. પરંતુ ધીમે ધીમે માર્કેટમાં નવા બ્રાઉજર આવ્યા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો હતો. બ્રાઉઝર કંપનીઓ વચ્ચે શરુ થયેલી સ્પર્ધામાં ઈન્ટરનેટ એક્સપ્લોરર ટકી નહોતું શક્યું. જેના કારણે હવે માઈક્રોસોફ્ટે આ 27 વર્ષ જૂના ઈન્ટરનેટ બ્રાઉઝરને બંધ કરવાની જાહેરાત કરી છે. એક્સપ્લોરરની ધીમી સ્પિડના કારણે તેના પર ઘણા મિમ્સ પણ બન્યા હતા.1995માં શરુ થયું હતું ઈન્ટરનેટ એક્સપ્લોરરઃમહત્વનું છે કે ઈન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ સરકારી એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ હાલ પણ કરી રહી છે. મહત્વનું છે કે, માઇક્રોસોફ્ટે ઈન્ટરનેટ એક્સપ્લોરર 16 ઓગસ્ટ, 1995ના રોજ રિલીઝ કર્યુ હતું. તે સમયે લોકો સાઇબર કેફેમાં આ વેબ બ્રાઉઝર પર કામ કરતા હતા. આ બ્રાઉઝરનો એ સમયમાં ઘણો ઉપયોગ થતો હતો. પરંતુ 21મી સદીમાં થયેલી ઈન્ટરનેટની ક્રાંતિમાં નવા-નવા બ્રાઉઝરો આવ્યા અને સ્પર્ધા વધી હતી. આ સ્પર્ધામાં નવી કંપનીઓએ વધુ અપડેટ સાથે યુઝર્સને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મેળવી હતી. હાલ ગુગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ આ સ્પર્ધામાં સૌથી આગળ છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર