ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

મંગળવાર, 5 જૂન 2018 (12:52 IST)
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ નીકળી જાય છે.   જેને કારણે ચેહરા પર એટલી અસર જોવા મળતી નથી. આજે અમને સહેલા અને ઓછા સમયમાં ઘરે જ થતા બ્યુટી ટ્રીટમેંટ બતાવી રહ્યા છીએ.  જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.  આવો જાણીએ એ માટે કેવી રીતે કરશો લીંબૂનો ઉપયોગ. 
 
લીંબૂનો રસ 
 
લીંબૂના રસને કોઈ બાઉલમાં કાઢીને કૉટનથી ચેહરા પર એપ્લાય કરો. એક બે મિનિટ ચેહરા પર લાગેલુ રહેવા દીધા પછી તેને સાફ કરો. તમે અઠવાડિયામાં 3-4 વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરો એકદમ સ્વચ્છ થઈ જશે અને નિખાર પણ પરત આવશે. 
 
લેમન સ્ક્રબ 
 
ચેહરા પર સ્ક્રબ કરવુ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ત્વચા પર જમા ગંદકી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે આ સાથે જ દરેક પ્રકારના દાગ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. લીંબૂની સ્લાઈસ કાપીને તેને ચેહરા પર બે મિનિટ માટે રગડો અને પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 
 
લીંબૂ અને ઈંડાનુ માસ્ક 
 
એક ઈંડાનો સફેદ ભાગ, 1 ટેબલસ્પૂન લીંબૂનો રસ આ બંનેને મિક્સ કરીને બે ભાગમાં વહેંચી લો. એક ભાગને ચેહરા પર લગાવીને સુકાવા દો. સૂકાયા પછી બીજા ભાગને બીજીવાર ચેહરા પર લગાવો. સૂકાયા પછી હળવા કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર