નાના બાળકોની દેખરેખ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ભલે તમે તેમની કેટલી પણ દેખરેખ કરી લો. છતા પણ તેમને શરદી-તાવ, ઝાડા જેવી સમસ્યાઓ થતી રહે છે. નાના બાળકોને આ પરેશાનીઓથી બચાવવા માટે વારે ઘડીએ દવાઓ ખવડાવવી યોગ્ય નથી. આવામાં કેટલાક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને આ નાની-મોટી બીમારીઓની સારવાર કરી શકાય છે.