શુ તમારા વાળ પાતળા છે અને ખરી રહ્યા છે ? તો અપનાવો આ ઉપાય

શુક્રવાર, 17 મે 2019 (06:13 IST)
વધતા પ્રદૂષણના કારણે છોકરીઓ માત્ર સ્કિન પ્રોબ્લેમથી લઈને જ પરેશાન નથી રહેતી પણ વાલને પણ અનેક સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. વાળ તૂટવાનુ કારણે તે પાતળા વાળને લઈને ખૂબ પરેશાન રહે છે. વાળના પાતળા થવાનુ કારણ તેની કેયર ન કરવી અને સંતુલિત આહાર ન લેવો હોઈ શકે છે.  જો તમે ઈચ્છો છો કે તમારા વાળ વધુ પાતળા ન થાય તો તેની આ રીતે કેયર કરવી શરૂ કરો અને તમારા વાળને મજબૂત બનાવો. 
 
1. હેયર પ્રોડક્ટનો ઉપયોગ - વાળને હેલ્ધી રાખવા માટે સારા હેયર પ્રોડક્ટસનો ઉપયોગ કરો. આ હેયર પ્રોડક્ટ્સ એવા હોવા જોઈએ જે વોલ્યૂમનાઈજિંગ, ક્લીરિફાઈગ અને બૈલેસિંગ પ્રોપર્ટીઝ સાથે હોય. આ પ્રોડક્ટ્સનો એટલો વધુ ઉપયોગ ન કરશો કે તેમા રહેલા કેમિકલ્સ સ્કૈલ્પમાં જામીને વાળને નબળા કરીને પાતળા બનાવી દે. 
2. વાળને સમયસર કરો ક્લીન - વાળને પાતળા થવાથી બચાવવા માટે તેને સમય પર સાફ કરો. જો તમે તેને ગંદા રાખશો તો વાળની પરેશાની વધવી શરૂ થશે. અઠવાડિયામાં 2 થી 3 વાર શૈપૂ કરો. 
 
3. સમય પર હેયરકટ કરાવો - વાળને સમય પર ફક્ત હેયરવોશ જ નહી હેયરકટ પણ કરાવવા ખૂબ જરૂરી છે.  8-10 અઠવાડિયા પછી હેયરકટ કે વાળમાં ટ્રિમ જરૂર કરાવો. તેનાથી પાતળા વાળથી રાહત મળશે. 
 
4. તનાવ ન લેશો - ખરતા વાળ અને પાતળા થવાનુ ખાસ કારણ તનાવ પણ હોઈ શકે છે. તેથી ખરતા વાળને રોકવા માટે તનાવ મુક્ત રહો અને તેનાથી બચવા માટે મેડિટેશન કરો. 
5. ડાયેટમાં સામેલ કરો હેલ્ધી ખોરાક - વાળમાં મજબૂતી લાવવા માટે ડાયેટમાં હેલ્ધી આહારનુ સેવન ખૂબ જરૂરી છે. આ માટે તમારી ડાયેટમાં વિટામિન બી, અનાજ, લીલી શાકભાજી, સોયાબિન, ઈંડા, માછલી, ઓટમીલ અને બ્રાઉન રાઈસનો સમાવેશ કરો. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ પણ ખાવ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર